ભારતે પાકિસ્તાનમા યોજાનાર T20 બ્લાઈન્ડ વર્લ્ડકપ 2024 ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું

 

23 નવેમ્બરથી પાકિસ્તાનમાં T20 બ્લાઈન્ડ વર્લ્ડકપ 2024 શરૂ થવાનો છે. પરંતુ ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. અને તેની પાછળનું કારણ એ છે કે, વિદેશ મંત્રાલયે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. જેના કારણે હવે બ્લાઈન્ડ ભારતીય ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં રમશે નહી. ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા(CABI)ના આસિસ્ટન્ટ સેક્રેટરી શેલેન્દ્ર યાદવે આ માહિતી આપી હતી. જેથી કરીને ભારતીય ચાહકો આ નિર્ણયથી ખૂબ જ દુઃખી છે.