મુલુંડમાં ધાર્મિક પ્રસંગમાં જૈન પરિવાર દ્વારા કરવામાં આવી મતદાન કરવાની અપીલ
મુંબઈ અને મહારાષ્ટ્રમાં આવતી કાલે વિધાનસભાની ચૂંટણી અને મતદાનનો દિવસ છે. આ ચૂંટણીમાં મુંબઈના જૈન સંઘોએ અને સાધુસંતોએ જૈનો ૧૦૦ ટકા મતદાન કરે એવી અપીલ કરી છે. આવી જ એક અપીલ ગઈ કાલે મુલુંડ (વેસ્ટ)ના જીવરાજ ભાણજી હૉલમાં આચાર્ય ભગવંત શ્રી અજિતશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં ચરલા પરિવાર દ્વારા યોજવામાં આવેલા એક નૂતન દેરાસરના પ્રતિષ્ઠાપ્રસંગના કંકોતરી-લેખન કાર્યક્રમમાં કરવામાં આવી હતી. આ પરિવારે તેમના પ્રસંગમાં જૈન સમુદાયને પરિવારના સભ્યો દ્વારા પ્લૅકાર્ડ પર વિવિધ સ્લોગન રજૂ કરીને જૈનોને વોટ આપવા માટે અપીલ કરવામાં આવી હતી જેમાં પદ્મવિભૂષણ જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબે કરેલી ‘વોટ આપવો એ આપણો ધર્મ છે’ એ વાતને પણ જૈન સમુદાય સુધી પહોંચાડવામાં આવી હતી.