સમગ્ર રાજ્યમાં 16 ઓક્ટોબર સોમવારના રોજ સવારે 11 કલાકે Large Scale Testing of Cell Broadcast થનાર છે.
સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. આ અંગેનો પ્રત્યેક ગુજરાતીના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે.
આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ હશે. જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે. તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે. ભરૂચ નિવાસી અધિક કલેકટરે જિલ્લાના લોકોને આ અંગે વાકેફ કર્યા છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે. જાહેર સલામતી વધારવા અને કટોકટી સમય દરમ્યાન ચેતવણી આપવાનો કુલ ત્રણ ભાષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં પ્રદર્શિત થનાર છે.