વડોદરાના તરસાલીમાં ઘરમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો, તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ જોડાઈ

વડોદરાના તરસાલી વિસ્તારમાં આજે સવારે વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહીત સ્થાનિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને વધુ તાપસ હાથ ધરી છે. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને FSL ની ટિમ પણ તપાસ માં જોડાઈ છે.
 
 
વડોદરાના તરસાલી વિસ્તારમાં તળાવ સામે આવેલા અમીન ખડકીમાં રહેતા સુલોચના બહેન અમીનનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરતા ક્રાઇમ બ્રાન્ચ સહીત નો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તાપસ આદરી છે. મુખ્ય માર્ગને અડીને આવેલા મકાનમાં વૃદ્ધ મહિલાની હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
 
પરિચિતે મીડિયાને જણાવ્યા પ્રમાણે, આજે સવારે 7 વાગ્યે નોકરે તેમને જાણ કરતા કહ્યું કે, માસી ને કઈ થઇ ગયું છે. જે તેઓ દોડીને આવ્યા હતા. મહિલા જોડે એક છોકરી બાળપણથી જ રહેતો હોવાનું પરિચિત જણાવી રહ્યા છે. જેને પોલીસ પૂછપરછ કરવા લઈ ગઈ હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે.
 
પ્રાથમિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મહિલાની હત્યાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અને તેમના ઘરની બહાર સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયેલા જોવા મળી રહ્યા છે. જો કે જાણ થતા જ સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને FSL ની ટિમો દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ આ મામલે શકમંદોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કહેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં તેજી જોતા જ ટૂંકા ગાળામાં જ ગુનેગારો સુધી પહોંચવામાં સફળતા મળશે તેવું મનાઈ રહ્યું છે.